ગાય અને ગોબર પ્રત્યેના પ્રેમનું અનોખું ઉદાહરણ બન્યું કચ્છ જીલ્લામાં આવેલ ભુજ તાલુકાનું સુખપર ગામ.
આપણાં સમાજ ની કહેવતો કયારેક કયારેક સાચી ઠરતી હોય છે, આપણે નાનપણ થી એ કહેવત સાંભળતા આવ્યાં છીએ કે ” દિકરી ને ગાય દોરે ત્યાં જાય “ દિકરી નો ગાય પ્રત્યેના પ્રેમ નો અનોખો કિસ્સો ભુજ તાલુકા ના સુખપર ગામે જોવા મળ્યો.
ભાગ્યે જ ક્યારે કયારે બનતું હોય છે કે, જે દિકરી લાડી બનવાની હોય એ પોતાના લગ્ન માટે ગોબર થી પોતાની ” માં ” અને બહેનપણીઓ સાથે ગોબરમાં હાથ રગદોડીને લગ્ન નો માંડવો શણગારતી હોય, સુખપરના ખેડુત રવજીભાઈ મેપાણી પરીવાર લાડકી દીકરી કુ. નિશા એ જ્યારે પોતાના લગ્ન ની કંકોત્રી ગોબર થી બનાવી ત્યારે સમજાય કે એ શોખ નો વિષય હોઈ શકે, પરંતુ આ તો ગો માતા સાથે ના અનેરા પ્રેમનો ઉલ્લેખ કરવો એટલે જરુરી બને છે કે, સામાન્ય રીતે પ્રિવેડીંગ નું શુટિંગ અને ફોટોગ્રાફી થતી હોય એવા સમયે લાડકડી લાડી ” નિશા “ માતા સવિતાબેન, નાનપણ ની સખીઓ અને પરિવારજનો સાથે ગાયના ગોબરથી પોતાના જ લગ્ન નો ગોબરમય માંડવો તૈયાર કરતી નજરે પડે છે.
રવિવારના રોજ ધાર્મિક પરંપરા મુજબ લીલાં તોરણે માંડવો રોપાયો અને આજરોજ આ ગાય માટે આદર ધરાવતી દિકરી ” નિશા ” પોતાના હાથે શણગારેલ લગ્ન મંડપે થી પવિત્ર ફેરા ફરી ને દાંપત્યજીવનનો પ્રારંભ કરશે.
ગત એપ્રિલ માં જ પૂર્ણ થયેલ ભુજના શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ માં ગાયના વિષયને લઈને આકર્ષણનું કેન્દ્ર બનેલ ગો મહિમા પ્રદર્શન માં એક લાખ ફુટ કંતાનના ગોબરના લીપણ અને વિવિધ તોરણના શણગાર માં અતિ મહત્વની ભુમિકામાં રહેલ કુમારી નિશા અને તેમની બહેનપણીઓએ સાથે મળીને
ભારતીય સંસ્કૃતિ સાથે ગો – પ્રેમ ને આજે પણ જીવંત રાખી બેઠા છે એ આજરોજ મેપાણી પરીવાર ના લગ્ન માં સુખપર ગામે જોવા મળ્યું,