દેશમાં જેવી રીતે કોરોના કહેર (Corona Pendemic) વકર્યો છે તેને જોતા હાલ કોરોનાને નિયંત્રિત કરવું મુશ્કેલ દેખાઈ રહ્યુ છે. દેશમાં ગત 24 કલાકમાં કુલ 60975 કેસો નોંધાયા છે જ્યારે સર્વાધિક 66550 દર્દીઓ કોરોનાથી રિકવર (Patients recover from corona) થયા છે. ગત 24 કલાકમાં દેશમાં કુલ 848 દર્દીઓનાં મોત (Patients died) થયા હતા. દેશમાં કુલ કોરોના કેસો (Corona cases)નો આંકડો 31 લાખ 67 હજારથી ઉપર નોંંધાઈ ચૂક્યા છે જ્યારે 24 લાખ દર્દીઓ કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. દેશમાં કુલ 7 લાખથી વધુ કોરોનાનાં એક્ટિવ કેસો (Active cases) છે જ્યારે અત્યાર સુધી દેશમાં કુલ 58390 દર્દીઓનાં મોત થયા છે.
દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 75.8 ટકા જેટલો છે જ્યારે મૃત્યુઆંકમાં સહેજ ઘટાડો થયો છે. દેશમાં કોરોનાથી થનાર મૃત્યુદર 1.8 ટકા છે. દેશમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 68 લાખ 27 હજાર 520 કોરોના ટેસ્ટ થયા છે જ્યારે સોમવારે 9 લાખથી વધુ કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા હતાં.
દેશમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra) છે જ્યાં દિનપ્રતિદિન દેશનાં બાકી રાજ્યો કરતાં સર્વાધિક કેસો નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ગત રોજ કુલ 11015 કેસો નોંધાયા છે જ્યારે 212 દર્દીઓનાં મોત થયા છે. મહારાષ્ટ્રમાં કુલ 7 લાખ જેટલા કેસો નોંઘાવાની સ્થિતિમાં છે જ્યારે મહારાષ્ટ્રમાં બાકી રાજ્યોની સરખામણીમાં બે ગણા કોરોના કેસો (Corona cases) અને ત્રણ ગણાથી વધુ એક્ટિવ કેસો છે.
દેશમાં બીજા રાજ્યની વાત કરીએ તો તમિલનાડુુમાં 5967 કેસો, આંધ્રપ્રદેશમાં 8601 કેસો, કર્ણાટકમાં 5851, ઉત્તરપ્રદેશમાં 4601, દિલ્હીમાં 1061, પશ્રિમ બંગાલમાં 2967, બિહારમાં 1251, તેલંગાનામાં 2579, આસામમાં 1879, ગુજરાતમાં 1067, ઓડિસામાં 2949, રાજસ્થાનમાં 1346, કેરેલામાં 1242, મધ્યપ્રદેશમાં 1292 અને પંજાબમાં 1505 કેસો નોંધાયા હતાં.
કોરોના વાયરસ (Corona virus)નાં ભોગ બનેલા દર્દીઓની વાત કરીએ તો દેશમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે અને થયા છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્ર (Maharashtra)માં 212, તમિલનાડુમાં 97, આંધ્રપ્રદેશમાં 86, કર્ણાટકમાં 127, ઉત્તરપ્રદેશમાં 61, દિલ્હીમાં 13, પશ્રિમ બંગાલમાં 57, પંજાબમાં 43, મધ્યપ્રદેશમાં 17, ઝારખંડમાં 18 અને ગુજરાતમાં 13 મોત નોંધાયા છે. કોરોના મામલે દેશ વિશ્વમાં ત્રીજા ક્રમે છે જ્યાં પ્રથમ ક્રમે 59 લાખ 15 હજાર 630 કેસો સાથે અમેરિકા (America), 36 લાખ 27 હજાર કેસો સાથે બીજા સ્થાને બ્રાઝિલ અને 31 લાખ 70 હજારથી વધુ કેસો સાથે દેશ ત્રીજા ક્રમે છે. ઉલ્લેખનિય છે કે આ ત્રણ દેશોની આસપાસ વિશ્વનું એક પણ દેશ એવું નથી કે જ્યાં આટલા મોટા પ્રમાણમાં કોરોના વાયરસ વકર્યો છે.