લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં આસિસ્ટેન્ટ એડમિનિસ્ટ્રેટિવની જગ્યા માટે અરજી મગાવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારે આધિકારિક વેબસાઇટ www.licindia.in પર જઇ એપ્લાઇ કરે.
જગ્યા : ભરતીના માધ્યમથી 700 ઉમેદવારની પસંદગી કરાશે. જો કે હજી પગારને લઇને કોઇ જાણકારી આપવામાં આવી નથી. 700 જગ્યામાં 349 જનરલ, ઓબીસી માટે 192, એસસી માટે 104, એસટી માટે 52 જગ્યા છે.
યોગ્યતા : આ જગ્યા માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જરૂરી
ઉંમર : અરજી કરનાર 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે ન હોવી જોઇએ. જ્યારે સરકારના નિયમોને આધારે અનામત વર્ગના ઉમેદવારને છુટછાટ આપવામાં આવશે.
ફી : અરજી કરવા માટે જનરલ અને ઓબીસી વર્ગના ઉમેદવારે 600 રૂપિયા અને એસસી-એસટી વર્ગના ઉમેદવારે 100 રૂપિયાની ફીની ચૂકવણી કરવી પડશે.
અંતિમ તારીખ : 15 ઓગસ્ટ, 2018
કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે કરાશે.