સામાન્ય રીતે સિંહો માટે એવું કહેવાય છે કે સિંહોના ટોળા હોતા નથી, એ તો જંગલનો રાજા છે. એ તો એકલો જ વિહરવા નીકળે, પરંતુ ઘોર કળિયુગમાં બધું સંભવ છે. સિંહો ઘાસ ખાતા હોય તો સિંહોના ટોળા કેમ ના હોય. હાલ અમરેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઇ રહી છે.
સામાન્ય રીતે સિંહ સમુહમાં રહેતો નથી, તેને એકલવાયું જીવન પસંદ છે. જેથી અમરેલીનો વાયરલ થયેલો વીડિયો હાલ ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, અમરેલીમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે એ વાતની સાક્ષી પુરે છે કે, સિંહો ટોળામાં પણ રહે છે.
ગીરના જંગલના અંદરથી પસાર થતા અનેક રસ્તાઓમાંથી એક રસ્તા પર એક મોટો સિંહ પરિવાર આરામથી બેસેલો જોવા મળ્યો છે. સોશિયલ વીડિયોમાં 10થી વધુ સિંહના આ ટોળામાં નર અને માદા સિંહ ઉપરાંત 4-5 જેટલાં બાળ સિંહ પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ એક તરફ બાઈક સવાર લોકો ઉભા છે, વચ્ચે સિંહોનું ટોળું છે અને તેની સામેની બાજુએ કારમાં પસાર થઈ રહેલા લોકો આરામથી નીચે ઉતરીને સિંહોનું દર્શન કરી રહ્યા છે.