દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં છે. . મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓએ કહ્યું હતું કે રાજ્યમાં કેસની સંખ્યામાં વધારો થવાથી ઓછામાં ઓછું જૂન સુધી લોકડાઉન લંબાઇ શકે છે. વધી રહેલા પોઝિટિવ કેસની સંખ્યા વચ્ચે, મુંબઈ અને પુણેમાં લોકડાઉન જૂન સુધી લંબાવાની શકયતાઓ છે,.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, શુક્રવારે અહીં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19ના વધુ 1,429 કેસ નોંધાયા છે, મંત્રાલય દ્વારા સવારના અપડેટ મુજબ મહારાષ્ટ્ર 6,817 કેસ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય રહ્યું છે, જેમાં 957 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 301 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
તેમણે કહ્યું કે હાલ મુંબઈ અને પુણેમાં લોકડાઉન હટાવવાનો કોઈ સવાલ નથી, ઉલ્ટુ ત્યાં પ્રતિબંધોને કડક બનાવવાની જરૂર પડી શકે છે. આનો અર્થ એ કે મુસાફરી, સ્થાનિક ટ્રેનો, બસો વગેરે પરના પ્રતિબંધો જૂન સુધી ચાલુ રહેશે.પુણે અને મુંબઇ એ રાજ્નામહારાષ્ટ્રના સૌથી મોટી આર્થિક પ્રવૃત્તિ કરતા શહેરો છે. આ બે શહેરો કોરોનાના હોટસ્પોટ પણ છે, અહીં લાંબા સમય સુધી ચાલનારી લોકડાઉનની સ્થિતિ રાજ્ય સરકાર માટે ચિંતાનો સૌથી મોટી વિષય છે.