Report: લોકસભા ચૂંટણી બાદ ઉમેદવારોના ખર્ચના અહેવાલો સામે આવ્યા છે.
Report: ચૂંટણી પંચે ઉમેદવારોના ખર્ચનો અંતિમ અહેવાલ આપ્યો છે. ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ સૌથી વધુ ખર્ચ કર્યો છે. ડો.હેમાંગ જોષીએ 64 લાખનો ખર્ચ કર્યો છે. હેમાંગ જોશીએ એમ પણ કહ્યું છે કે પાર્ટી દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારે 14 લાખનો ખર્ચ કર્યો છે.
14 ઉમેદવારોએ કુલ 88 લાખ રૂપિયા ખર્ચ્યા
કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારે 14 લાખનો ખર્ચ કર્યો છે. તેમજ 14 ઉમેદવારોએ કુલ 88 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઉપરાંત, 7 અપક્ષ ઉમેદવારોમાંથી, અતુલ ગેમચીએ સૌથી વધુ 1.81 લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ સિવાય હેમંત પરમારે અપક્ષોમાં સૌથી ઓછો રૂ. 12,950નો ખર્ચ કર્યો હતો. જેમાં આ રૂપિયાના અહેવાલે લોકોમાં ચર્ચા શરૂ કરી છે. આ ઉપરાંત વિવિધ ઉમેદવારોના ચૂંટણી ખર્ચના આંકડા જાણીને સામાન્ય જનતા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે.