લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 સીટ પર આજે મતદાન થયું હતું. આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયું છે. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ગયું છે. મતદાન પૂર્ણ થયા બાદ 371 જેટલા ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોંલકીનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જવા પામ્યું છે. ગુજરાતમાં સરેરાશ 60.21 ટકા મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, સૌથી વધુ મતદાન આ વખતે દક્ષિણ ગુજરાતની વલસાડ લોકસભા બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર પર 56.77 ટકા થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાંચો સીટ વાઈઝ વોટીંગની ટકાવારી
- કચ્છ 57.53
- બનાસકાંઠા-64.71
- પાટણ-61.23
- મહેસાણા-64.91
- ગાંધીનગર-64.95
- અમદવાદ(પૂર્વ)- 60.77
- અમદાવાદ(પશ્ચિમ)-59.82
- સુરેન્દ્રનગર-57.79
- રાજકોટ-63.12
- પોરબંદર-56.77
- જામનગર -58.49
- જૂનાગઢ-60.70
- અમરેલી-58.41
- ભાવનગર-58.41
- આણંદ-66.03
- ખેડા-60.32
- પંચમહાલ-61.68
- દાહોદ-66.05
- વડોદરા-67.26
- છોટાઉદેપુર-72.91
- ભરૂચ-71.77
- બારડોલી-72.92
- સુરત-63.99
- નવસારી-66.42
- વલસાડ-74.09