લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતી કાલે છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે. જેથી ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે પશ્વિમ બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાન દરમ્યાન પશ્વિમ બંગાળમાં 770 કેન્દ્રીય સુરક્ષા દળની કંપની તૈનાત રહેશે.
પશ્વિમ બંગાળમાં છેલ્લા પાંત તબક્કાના મતદાન દરમ્યાન હિંસા ફેલાઈ હતી. જેથી સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છઠ્ઠા તબક્કામાં કુલ 59 બેઠક પર મતદાન થવાનું છે. જેમા 979 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
આ તબક્કામાં કોંગ્રેસના નેતા અને ગુના બેઠક પરથી ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્વિજયસિંહ, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, મેનકા ગાંધી, અખિલેશ યાદવ, દિનેશલાલ યાદવ નિરહુઆ, રીટા બહુગુણા જોશી, મિનાક્ષી લેખી, મનોજ તિવારી, અજય માકન, શીલા દીક્ષિત, ગૌતમ ગંભીર સહિતના નેતાઓ ચૂંટણી મેદાનમાં છે. લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં પણ વિવિધ રાજકીય પક્ષોએ અનેક દાગી ઉમેદવારોને ટિકીટ આપી છે.