ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારમાંથી હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રેમી દિયરે પહેલા પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કર્યા અને જ્યારે તેણીએ આ શખ્સ સાથે જવા તૈયાર ન થઈ તો, દિયરે કુહાડીના ઘા મારી ભાભીની હત્યા કરી દીધી છે.આ ઘટના ઉત્તરપ્રદેશના બારાબંકી વિસ્તારના મદારપુર ગામની છે, જ્યા કુહાડીથી દિયર દ્વારા ભાભીની હત્યા કરવામાં આવતા ગભરાટ ફેલાઈ ગયો છે. હત્યા બાદ ઘટનાસ્થળ પર માત્ર ખૂન ફેલાયેલું જોવા મળે છે. જો કે, વહુની હત્યા બાદ સમગ્ર પરિવારને પણ આંચકો લાગ્યો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી દેવર મોહન પોતાની ભાભીને પ્રેમ કરતો હતો અને પોતાના ભાઈના મૃત્યુ બાદ ભાભી સાથે લગ્ન પણ કરી લીધા હતા. માહિતી પ્રમાણે, આરોપી મોહન પોતાની ભાભી સાથે અવાર-નવાર જબરદસ્તી કર્યા કરતો હતો. જેનો ભાભી વિરોધ કરતા એક દિવસ મોહનને એટલો ગુસ્સો આવ્યો કે, મોહને કુહાડી વડે પોતાની ભાભીની હત્યા કરી નાખી અને પોતે ઘટનાસ્થળ પરથી ગાયબ થઈ ગયો હતો.બારાબંકી પોલીસ અધિક્ષક અરવિંદ ચતુર્વેદીએ આ મામલે જણાવ્યું હતું કે, આરોપી દેવર મોહન અપરાધિ પ્રવૃતિનો છે. કેટલાક દિવસો પહેલા આ બંનેએ લગ્ન કરી લીધા હતા અને ત્યારબાદ આરોપી મહિલાની હત્યા કરી નાખી હતી.