થરાદમા મંગળવારે પરણીત પ્રેમીકાથી છુટકારો મેળવવા પરણીત પ્રેમી પ્રેમીકા સાથે દુપટ્ટો બાંધી થરાદની કેનાલમા કુદ્યો હતો અને પ્રેમીકાને કેનાલમા ડુબાડ્યા બાદ પોતે પ્રેમીકા સાથે બાંધેલો દુપટ્ટો છોડી બહાર નીકળી જતા પ્રેમીકાના પતિના પિતરાઇ ભાઇએ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી સામે ફરીયાદ નોધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારતા હત્યાનો ગુનો નોધાયો
થરાદના અભેપુરા ગામે રહેતો પરણીત ભરતભાઇ શંકરભાઇ પ્રજાપતિ થરાદની જ એક પરણીત યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો.પરંતુ બંને જણ અલગ અલગ સમાજના હોવાને કારણે અને બંન્ને પરણીત હોવાને કારણે સાથે જીવી શકે તેમ ન હતા. જો કે મંગળવારે મધરાત્રે પ્રેમીકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો.ત્યારે મળવા આવેલા પ્રેમીએ પ્રેમીકાથી છુટકારો મેળવવા મન બનાવી લીધું હતું. પ્રેમિકાના સમજાવીને પ્રેમીકાના તેમજ પોતાના હાથે દુપટ્ટો બાંધી ડેલ ગામની સીમ નજીક આવેલી કેનાલમા કુદયા હતા.ત્યારે કેનાલમા કુદયા બાદ પ્રેમીએ પ્રેમીકાને ડુબાડી પોતાના હાથમાથી દુપટ્ટાનો છેડો છોડી પ્રેમીકાને મોતને ઘાટ ઉતારી બહાર નીકળી ગયો હતો એ ક્યાંક ફરાર થઈ ગયો હતો.
યુવતીના ફોનકોલ પરથી યુવક ઓળખાયો
યુવતીના પરિવારજનોએ તેનો ફોન તપાસતા છેલ્લે આવેલા ફોન નંબરનો સંપર્ક કર્યો અને શખ્સે પોતે અભેપુરા ગામનો હોવાનુ કહી સવારે 5 વાંગ્યે બંન્ને જણા કેનાલમા કુદ્યા હોવાનુ જણાવ્યુ હતુ. જેને લઇ મૃતક પરણીતાના પતિના પિતરાઇ ભાઇએ ભરતભાઇ પ્રજાપતિ સામે પરણીતાને મોતને ઘાટ ઉતારવાની ફરીયાદ નોધાવી હતી.
થરાદ કેનાલમાં અન્ય એક યુવાન પણ ડૂબ્યો
થરાદ કેનાલમાં અન્ય યુવક પણ ડૂબ્યો હતો. ફાયરબ્રિગેડે તેનો મૃતદેહ કાઢ્યો હતો.