CRPFની તરફથી કાશ્મીરમાં સામાન્ય પ્રજાની સહાયતા માટે ‘મદદગાર’ હેલ્પલાઇન લોન્ચ કરાઇ છે. આ હેલ્પલાઇન પણ પાકિસ્તાન માટે ભડાસ કાઢવાની જગ્યા બની ગઇ છે. હેલ્પલાઇન પર 7071 કોલ્સ 11 ઑગસ્ટથી 16 ઑગસ્ટની વચ્ચે આવ્યું અને તેમાંથી 171 ભારતની બહારથી આવ્યા હતા. લોકો હેલ્પલાઇન પર ફોન કરીને પોતાના પરિવાર અને સંબંધોઓના ખેરિયત માલૂમ કરી રહ્યા હતા. પાકિસ્તાનથી ફોન કરી કેટલાંક લોકો એ સુરક્ષાબળોને જ ખૂબ જ અપશબ્દ બોલી ભડાસ કાઢી હતી.
પાકિસ્તાનથી પણ આવી રહ્યા ફોન કોલ્સ
જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે પાકિસ્તાની નંબરથી તેમની પાસે પણ કેટલાંક ફોન કોલ્સ આવ્યા છે. તેમણે કહ્યું કે તેમાંથી ઘણા ફોન કોલ્સ ખરેખર સંબંધીઓની ખેરિયત માલૂમ કરવા માટે ફોન કોલ હતા, પરંતુ કેટલાંક એવા પણ પાકિસ્તાની છે જે બીજી બાજુથી માત્ર પોતાની ભડાસ કાઢવા અને અપશબ્દ કહેવા માટે ફોન કરે છે.
સુરક્ષા બળોના પરિવારો માટે પણ મદદરૂર બની હેલ્પલાઇન
રાજ્યમાં તૈનાત સુરક્ષા બળોના પરિવારો માટે પણ મદદગાર હેલ્પલાઇન ખેરિયત જાણવાનું સાધન બની ગયું. 1882 કોલ્સ સીઆરપીએફના જવાનો માટે, જમ્મુ-કાશ્મીર પોલીસ માટે 174, 215 સેનાના જવાનો માટે, 112 આઇટીબીપી, 99 સીમા સુરક્ષા બળ, 32 સીઆઈએસએફ, 20 આરપીએફ, અને 8 એરફોર્સ જવાનો માટે મદદગાર હેલ્પલાઇન પર કોલ્સ આવ્યા. જ્યારે પણ કોઇ સ્થાનિક પરિવાર માટે ફોન આવે છે તો સીઆરપીએફના જવાન તેમના ઘરે જઇને પરિવારની ખેરિયત માલૂમ કરી ફોન કરનારાને માહિતી આપે છે.