સૌથી ઝડપી સ્પીડની મેડ ઈન ઈન્ડિયા ટ્રેન…જાણો શું છે વંદે ભારત ટ્રેનની વિશેષતાઓ
કેન્દ્ર સરકારે આગામી ત્રણ વર્ષમાં 400 વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવી છે. વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે વંદે ભારત ટ્રેન વિશે જાહેરાત કરી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જણાવ્યું હતું કે, “આગામી 3 વર્ષમાં વધુ સારી કાર્યક્ષમતા સાથે 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો લાવવામાં આવશે. આગામી 3 વર્ષ દરમિયાન, 100 ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે અને મેટ્રો સિસ્ટમ બનાવવા માટે નવીન પદ્ધતિઓનો અમલ કરવામાં આવશે.
વંદે ભારત ટ્રેનમાં એક સમયે 1128 મુસાફરો મુસાફરી કરી શકશે. તે લોકોમોટિવ એન્જિન વિના ટ્રેક પર ચાલે છે. આ ટ્રેન અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. હાઇ સ્પીડની સાથે ટ્રેનની સીટોને પણ ઘણી આરામદાયક બનાવવામાં આવી છે. મુસાફરી દરમિયાન આરામદાયક બેઠકોને કારણે મુસાફરોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં બનેલી છે. તે દેશની સૌથી ઝડપી ટ્રેન છે. શરૂઆતમાં આ ટ્રેનનું નામ ટ્રેન-18 હતું, પરંતુ પછી તેનું નામ બદલીને વંદે ભારત ટ્રેન કરવામાં આવ્યું. આ ટ્રેન પણ દિલ્હીથી વારાણસી સુધી ચાલે છે, જેમાં માત્ર બે સ્ટોપેજ છે. પહેલા કાનપુર અને પછી બીજું પ્રયાગરાજ.
વંદે ભારત ટ્રેનોમાં જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, સીસીટીવી કેમેરા, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર અને વેક્યુમ આધારિત બાયો ટોઇલેટ જેવી સુવિધાઓ છે. ટ્રેનના દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટન આપવામાં આવ્યા છે. જેના કારણે મુસાફરોને ઈમરજન્સીના સમયમાં ઘણો ફાયદો થવાનો છે.
વંદે ભારત ટ્રેનોમાં ઈમરજન્સીની સ્થિતિમાં મુસાફરોને સરળતાથી બહાર કાઢવા માટે ચાર ઈમરજન્સી વિન્ડો લગાવવામાં આવી છે. ટ્રેનના એક્ઝિક્યુટિવ કોચની સીટો 180 ડિગ્રી ફેરવી શકે છે. વિવિધ શહેરોમાં દોડતી મેટ્રો ટ્રેનની જેમ વંદે ભારત એક્સપ્રેસમાં સ્લાઈડિંગ દરવાજા લગાવવામાં આવ્યા છે.
ટ્રેનમાં ભોજનની સુવિધા પણ આપવામાં આવી છે. તેની કિંમતો ટિકિટની કિંમતમાં જ સામેલ છે. જો તમે વારાણસીથી દિલ્હીની મુસાફરી કરો છો, તો તમને ટ્રેનમાં નાસ્તો અને લંચ આપવામાં આવે છે.