નવી દિલ્હી : મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, ‘મારા પ્રિય પ્રદેશવાસીયો, પોતાના ભાણીયા – ભત્રીજાના હિતને ધ્યાનમાં રાખીને, અમે નક્કી કર્યું છે કે મધ્યપ્રદેશમાં હવે સરકારી નોકરીઓ માત્ર મધ્યપ્રદેશના બાળકોને જ આપવામાં આવશે. આ માટે જરૂરી કાનૂની જોગવાઈ કરવામાં આવી રહી છે. રાજ્યના સંસાધનો પર રાજ્યના બાળકોનો અધિકાર છે.
નોંધનીય છે કે, રાજ્યની 27 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે વિધાનસભા પેટા-ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘણી લોકપ્રિય જાહેરાતો કરી રહ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રી શિવરાજે જાહેરાત કરી હતી કે અમે આદિવાસીઓને પૈસા આપનારાઓની ચુંગાલથી બચાવવા માટે નવો કાયદો લાવી રહ્યા છીએ.