Maharashtra ના કસારામાં રેલવે લાઇન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ઇગતપુરી રેલવે લાઇન પર એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. ટ્રેનની કુલ 7 બોગી પાટા પરથી ઉતરી ગઈ છે. જેના કારણે કસારાથી ઇગતપુરી સેક્શનના ડાઉન સેક્શનમાં મેલ એક્સપ્રેસનો ટ્રાફિક પ્રભાવિત થયો છે. જોકે, ઉપનગરીય લોકલ ટ્રેનના ટ્રાફિકને કોઈ અસર થઈ નથી.
શું છે સમગ્ર મામલો?
મહારાષ્ટ્રના કસારા ખાતે ડાઉન મેઇન લાઇન પર કસારાથી TGR-3 ડાઉન લાઇન સેક્શન વચ્ચે લગભગ 18.31 કલાકે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે કસારાથી ઇગતપુરી સેક્શનના ડાઉન સેક્શનમાં મેલ એક્સપ્રેસનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઉપનગરીય લોકલ ટ્રેનના ટ્રાફિકને કોઈ અસર થઈ નથી. ઇગતપુરીથી કસારા યુપી સેક્શન સુધીના ટ્રાફિકને અસર થતી નથી, તે ચાલુ છે.