મુંબઈ: મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ પછી પણ લોકડાઉન ચાલુ રહેશે. ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન યથાવત રહેશે. નોંધનીય છે કે, આ અગાઉ ઓડિશા અને પંજાબ સરકારે પણ 1 મે, 2020 સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 1574 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 188 લોકો સ્વસ્થ થયા છે અને 110 લોકોના મોત નિપજ્યા છે.