મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના નવી મુંબઈ વિસ્તારમાં શનિવારે બપોરે ઈમારતનો એક ભાગ ધરાશાયી થવાના કારણે હંગામો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ-પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ ઘટનામાં ઘાયલ સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Maharashtra | A part of building collapses in Navi Mumbai; rescue operation underway pic.twitter.com/zC0S05B8Oz
— ANI (@ANI) June 11, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનામાં એક વ્યક્તિ હજુ પણ બિલ્ડિંગની અંદર ફસાયેલો છે, જેને બહાર કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઘટના બાદ અનેક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સાથે જ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
ઘટના અંગે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું કે, નવી મુંબઈમાં એક ઈમારતના છઠ્ઠા માળનો સ્લેબ ગ્રાઉન્ડ ફ્લોર પર પડતાં સાત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી ચાલુ છે.