maharashtra news : ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં તણાવ: બે જૂથો વચ્ચે અથડામણ, પોલીસની કાર્યવાહી
maharashtra news : મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરને લઈને વિવાદ ઘેરાતો જઈ રહ્યો છે. નાગપુરના મહાલ વિસ્તારમાં આ મુદ્દે બે જૂથો વચ્ચે તણાવ સર્જાતા હિંસક અથડામણ થઈ. ટોળાબંધ હિંસાના કારણે વાહનો પર પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. પોલીસની હસ્તક્ષેપ બાદ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
નાગપુરમાં હિંસા, પથ્થરમારો અને તોડફોડ
નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે ઝપાઝપી બાદ પરિસ્થિતિ ગંભીર બની. ટોળાએ વાહનો પર પથ્થરમારો કર્યો અને એક JCB મશીનને આગ ચાંપી દેવામાં આવી. હિંસામાં ફાયર બ્રિગેડના એક કર્મચારી ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે.
ભારે પોલીસ બંદોબસ્ત
વિવાદ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે સ્થિતિ નિયંત્રિત કરવા ટીયર ગેસના શેલ છોડ્યા અને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો.
વિવાદનું કારણ: ઔરંગઝેબની કબર હટાવવાની માંગ
વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના કાર્યકર્તાઓએ ઔરંગઝેબની કબર હટાવવાની માંગણી કરી. તેઓ દલીલ કરે છે કે આ કબર એક જુલમી શાસકનું પ્રતીક છે, જેણે હિન્દુઓ પર અત્યાચાર કર્યા હતા અને મંદિરોનો નાશ કર્યો હતો. વિરોધ દરમિયાન હરીફ જૂથો આમને-સામને આવતા પરિસ્થિતિ વધુ ઉગ્ર બની.
ફડણવીસ અને ગડકરીએ શાંતિની અપીલ કરી
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ નાગરિકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. ફડણવીસે કહ્યું કે નાગરિકોએ વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપવો જોઈએ અને અફવાઓથી બચવું જોઈએ.
કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું
કોંગ્રેસના નેતા પવન ખેરા એ નાગપુરની હિંસા પર ચિંતા વ્યક્ત કરી અને સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે “નાગપુરની 300 વર્ષની શાંતિપૂર્ણ પરંપરાને ધકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”
VHP-બજરંગ દળે ‘કાર સેવા’ની ચેતવણી આપી
VHP અને બજરંગ દળે અયોધ્યાની જેમ ‘કાર સેવા’ કરવાની ચેતવણી આપી છે. VHPના પ્રદેશ વડા કિશોર ચવ્હાણ એ કહ્યું કે “જો સરકાર ઔરંગઝેબની કબર હટાવશે નહીં, તો અમે પોતાની રીતે કાર્યવાહી કરીશું.”
મહારાષ્ટ્રમાં આ મુદ્દે તણાવ વધતા રાજ્ય સરકાર માટે પડકાર ઉભો થયો છે. સ્થિતિને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ વિવાદ થમતો નથી.