નવી દિલ્હી: ભારતીય ઓટો માર્કેટમાં મહિન્દ્રાની એક અલગ ઓળખ છે. ટુ-વ્હીલર સેક્ટરમાં મહિન્દ્રાએ પોતાનું નવું વાહન મોજો બીએસ 6 (Mahindra Mojo BS6) લોન્ચ કર્યું છે. ભારતમાં તેની એક્સ શોરૂમ કિંમત 1,99,900 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં મહિન્દ્રા મોજોને ચાર કલર વેરિયન્ટ્સ સાથે રજૂ કરવામાં આવી છે. મહિન્દ્રાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા તેની સત્તાવાર જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે.
બજાજ ડોમિનાર અને રોયલ એનફિલ્ડને આપશે ટક્કર
હાલમાં, મહિન્દ્રા મોજો બ્લેક-પર્લની એક્સ-શોરૂમ કિંમત 1,99,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ગાર્નેટ બ્લેક પેઇન્ટ કલરનો મહિન્દ્રા મોજો ગ્રાહકો માટે 2.06 લાખ રૂપિયાના ભાવે આવશે.
રૂબી રેડ અને રેડ એજેટ મોડેલોની કિંમત સૌથી વધુ 2.11 લાખ રૂપિયા છે. માર્કેટમાં, તે બજાજ ડોમિનાર અને રોયલ એનફિલ્ડ હિમાલયન કી સાથે સીધી સ્પર્ધા કરશે. આ બાઇકનું બુકિંગ 5,000 રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે.