મહિન્દ્રાની XUV સિરીઝનો જાદુ જોર જોરથી બોલી રહ્યો છે. XUV700 ની સફળતા પછી, Mahindra & Mahindra ટૂંક સમયમાં જ આ શ્રેણીનું નવું વાહન XUV900 લોન્ચ કરવા જઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવી XUV900 SUV લુક અને ફીચર્સની દ્રષ્ટિએ ઘણી પાવરફુલ હશે. તે કૂપ સ્ટાઈલની એસયુવી હશે. લુક ઉપરાંત લક્ઝરી અને સેફ્ટીના મામલે પણ તે અન્ય વાહનોથી અલગ હશે. ચર્ચા છે કે આ વાહન ડિઝાઇનર પ્રતાપ બોઝ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Mahindra XUV900 coupe SUV પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં ઓફર કરવામાં આવશે. એક વેરિઅન્ટમાં 2.0L 4-સિલિન્ડર mStallion ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. પેટ્રોલ એન્જિન 185bhp સુધીનો પાવર જનરેટ કરશે. બીજું વેરિઅન્ટ 2.2L 4-સિલિન્ડર mHawk ડીઝલ એન્જિન સાથે આવશે. ડીઝલ એન્જિન 210bhp સુધીનો પાવર જનરેટ કરશે.
Mahindra XUV900 ના લુક અને ફીચર્સ વિશે વાત કરીએ તો આ SUV કોન્સેપ્ટ કાર જેવી હશે. કનેક્ટેડ કાર ટેક્નોલોજી, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ ફીચર્સ નવી SUVમાં જોવા મળશે. આમાં લેટેસ્ટ ફીચર્સ અને અનેક સેફ્ટી ફીચર્સથી સજ્જ મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોઈ શકાય છે.
મહિન્દ્રા XUV700
મહિન્દ્રા XUV700ને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. આ વાહને ઓછા સમયમાં માર્કેટમાં સારી એવી પકડ બનાવી લીધી છે. Mahindra XUV700ની કિંમત 13.18 લાખથી શરૂ થાય છે અને 24.58 લાખ સુધી જાય છે. આ વાહન 23 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. મહિન્દ્રાની આ SUV કાર 5-સીટર અને 7-સીટરમાં ઉપલબ્ધ છે. તેમાં મોટી 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા જેવી સુવિધાઓ છે.
સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો તેમાં એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ સેફ્ટી ટેક્નોલોજી આપવામાં આવી છે. તેમાં ઈમરજન્સી બ્રેકીંગ, લેન કીપ આસિસ્ટ અને એડપ્ટીવ ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ સામેલ છે. આ વાહનમાં સાત એરબેગ્સ અને ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.