Mahmood Madani: “મુશ્કેલીઓ આવશે તો સહન કરીશું” – મૌલાના મહમૂદ મદની
Mahmood Madaniઓપરેશન સિંદૂર બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિને લઇ જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે દુશ્મન દ્વારા ચાલતી ગોળીબાર અને હુમલાઓ સામે દેશની જનતા અને શાંતિપ્રિય સમાજ ધૈર્ય રાખી ને પ્રતિસાદ આપવો જોઈએ.
22 એપ્રિલ, 2025ના રોજ પહલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. તેના જવાબમાં ગભરાયેલા પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ભારે ગોળીબાર કર્યો. મદનીએ જણાવ્યું કે પૂંછમાં આવેલી તેમની સંસ્થાને પણ નુકસાન પહોંચ્યું છે – એક ધર્મવિદ્વાન શહીદ થયા અને ચાર નિર્દોષ બાળકો ઘાયલ થયા.
મદનીએ કડક શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન દ્વારા “ભાડે રાખેલા લોકો” મોકલવામાં આવ્યા છે જે નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે. “આવું વર્તન બંધ થવું જોઈએ. દેશની શાંતિ અને જનસામાન્યની સુરક્ષા સૌથી પ્રથમ છે,” એમ તેમણે કહ્યું.
તેમણે આગળ ઉમેર્યું કે, “ભારત આપણો દેશ છે અને તેની સુરક્ષા દરેક નાગરિકની જવાબદારી છે. જો જરૂર પડશે તો આપણે બલિદાન આપવા પણ તૈયાર છીએ.” મદનીએ ભારતીય સેનાની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતીય દળો સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે અને યોગ્ય સમયે યોગ્ય પ્રતિસાદ આપી રહ્યાં છે.
મૌલાનાએ લોકોને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપતાં કહ્યું કે ભવિષ્યમાં વધુ પડકારો આવી શકે છે, પરંતુ કોઈ રડવું કે ફરિયાદ કરવી નહીં – “હિંમત અને ધૈર્યથી દરેક અવસ્થામાં સેના સાથે ઊભા રહીશું.”
યુદ્ધ જેવી સ્થિતિથી બહાર આવવાની જરૂરિયાત પર ભાર આપતાં તેમણે કહ્યું, “આ પરિસ્થિતિ જૂની છે, પરંતુ હવે તેને વધારવાને બદલે શમાવવા માટે પ્રયાસ કરવો જોઈએ.”