Mahua Moitra secret wedding TMC સાંસદ મહુઆ મોઇત્રાએ BJD નેતા પિનાકી મિશ્રા સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા
Mahua Moitra secret wedding તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાએ ગુપ્ત રીતે લગ્ન કર્યા છે. ધ ટેલિગ્રાફ અનુસાર, તેમણે પિનાકી મિશ્રા સાથે લગ્ન કર્યા છે. પિનાકી બીજેડી (બીજુ જનતા દળ) ના નેતા છે. તેઓ ઓડિશાની પુરી સંસદીય બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. મહુઆના લગ્ન 3 મેના રોજ થયા હતા. આ મહુઆના બીજા લગ્ન છે. આ પહેલા તેમણે લાર્સ બ્રોર્સન સાથે લગ્ન કર્યા હતા.
મહુઆનો સાંસદ તરીકે બીજો કાર્યકાળ
મહુઆ મોઇત્રાનો સાંસદ તરીકે બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની કૃષ્ણા નગર બેઠક પરથી ચૂંટણી લડી હતી. મહુઆએ આ ચૂંટણી જીતી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કલ્યાણ ચૌબેને હરાવ્યા હતા. મહુઆ આ બેઠક પરથી બીજી વખત ચૂંટાયા હતા. આ વખતે તેમણે ભાજપના ઉમેદવાર અમૃતા રોયને હરાવ્યા હતા.
મહુઆ પર ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો
મહુઆ મોઇત્રાનો પહેલો કાર્યકાળ ખૂબ વિવાદાસ્પદ રહ્યો હતો. તેમના પર પૈસા માટે પ્રશ્નો પૂછવાનો આરોપ હતો. મહુઆ ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં ફસાઈ ગઈ હતી. તેમનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું, જોકે મહુઆએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મહુઆ પર તેના મિત્ર હીરાનંદાની સાથે સંસદ લોગિન આઈડી અને પાસવર્ડ શેર કરવાનો પણ આરોપ હતો.
પિનાકીનું અંગત જીવન કેવું રહ્યું…
બીજુ જનતા દળના નેતા પિનાકી મિશ્રાની વાત કરીએ તો, તે પુરીના સાંસદ છે. લોકસભાના ડેટા અનુસાર, પિનાકીના પહેલા લગ્ન સંગીતા મિશ્રા સાથે થયા હતા. પિનાકી અને સંગીતાના લગ્ન 16 જાન્યુઆરી 1984ના રોજ થયા હતા. બંનેને બે બાળકો પણ છે, પરંતુ હવે પિનાકી મહુઆ સાથે સંબંધમાં આવી ગયા છે.