ઈશ્ક મિજાજ કોન્સ્ટેબલને ફેસબુકવાળી ગર્લફ્રેન્ડથી ઈશ્ક કરવો મોંઘો પડી ગયો છે. પ્રેમ પરવાન ચડતા પહેલા જ ઘરમાં ભૂકંપ આવી ગયો છે. ઈન્દોર પોલીસના કોન્સ્ટેબલે ફેસબુક થકી એક ગર્લફ્રેન્ડ બનાવી છે. બંનેની વચ્ચે મેસેન્જર થકી ઘણી-ઘણી મીઠી-મીઠી વાતો થાય છે. આ વાતચીત ધીરે-ધીરે પ્રેમમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ પ્રથમ મુલાકાતની તારીખ નક્કી થઈ છે.
નક્કી તારીખ અને સમય પ્રમાણે કોન્સ્ટેબલ સત્યમ પોતાની ગર્લફ્રેન્ડને મળવા પહોંચ્યો હતે, પરંતુ ગર્લફ્રેન્ડ જ્યારે સામે આવી તો તેને જોઈને કોન્સ્ટેબલને પરસેવો છૂટવા લાગ્યો. તે પરસેવાથી ત્યાં લોલમલોલ થઈ ગયો છે. તેને સમજમાં ન આવ્યુ કે, આ શું થઈ રહ્યુ છે અને તે શું કરી રહ્યો છે. કારણ કે, ફેસબુક પર ગર્લફ્રેન્ડ બનેલી યુવતી કોઈ બીજી અને પરંતુ તેની પત્ની હતી. પત્નીએ જ પોતાના પતિને બનકાબ કરવા માટે આ પ્લાન તૈયાર કર્યો હતો.
દહેજ માટે ત્રાસ આપતો હતો
ખરેખર ઈન્દોર પોલીસના સ્પેશલ શેલમાં તૈનાત પોલીસકર્મીના લગ્ન 2019 માં થયા હતા. લગ્નના થોડા સમયમાં જ સત્યમે તેની પત્નીને દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સત્યમની પત્નીએ અગાઉ આ અંગે ઇન્દોર પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ સત્યમની પત્ની સુખાલીયા રહેવા ગઈ હતી. ત્યાં ગઈ હતી. ત્યાં જયા બાદ સત્યમે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું.
ફેસબુક સાથે દોસ્તી
ત્યારબાદ સત્યમની પત્નીએ ફેસબુક પર બીજા નામથી એક પ્રોફાઈલ તૈયાર કરી. તે પ્રોફાઈલથી સત્યમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. સત્યમે તેને સ્વીકાર કરી લીધી હતી. ફરી બંનેએ વાતચીત કરવાની શરૂઆત કરી હતી. ગર્લફ્રેન્ડ બનેલી સત્યમની પત્નીએ તેને મળવા માટે બોલાવ્યો હતો. પોલીસને ફરીયાદમાં સત્યમની પત્નીએ જણાવ્યુ કે, તે ફેસબુક પર ચેટ દરમિયાન પ્રેમ અને શારીરિત સંબંધ બનાવવા માટે વાત કરવા લાગ્યો હતો. સાથે જ મળવા માટે પણ દબાણ બનાવી રહ્યુ હતુ. સત્યમની પત્નીએ તેને રૂહી બની ફેસબુક પર દોસ્તી કરી હતી.
જોઈને હોશ ઉડી ગયા
સત્યમના આગ્રહ પર ગર્લફ્રેન્ડ બનેલી તેની પત્ની તેને મળવા આવી હતી. ડેટ પર પહોંચેલા કોન્સ્ટેબલે જ્યારે સામે પત્નીને જોઈ તો તેના હોશ ઉડી ગયા હતા. જ્યારે તેને ખબર પડી કે ફેસબુકવાળી રૂહી કોઈબીજી નહી પણ તેની પત્ની છે. તો તે પાણી-પાણી થઈ ગયા.
અધિકારીઓને કરી ફરીયાદ
હવે કોન્સ્ટેબલ સત્યમની પત્નીએ ઈન્દોર પોલીસના વરિષ્ઠ અધિકારીઓને પતિની ફરીયાદ કરી હતી. તે સાથે જ ચેટના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. ત્યારબાદ ઈન્દોરના ડીઆઈજીના સમગ્ર મામલાની તપાસના આદેશ કર્યા છે. મહિલા પોલીસ સત્યમની પત્નીની ફરીયાદ પર તપાસ કરશે. ત્યારબાદ વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.