કોલકાતા પોલીસ અને સીબીઆઈ વચ્ચે ચાલેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે કોલાકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારને શારદા ચીટફંડ મામલાની તપાસ કરવા સીબીઆને સહયોગ આપવાનો આદેશ કર્યો છે અને સમયસર હાજર રહેવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજીવ કુમારને તપાસ માટે શિલોંગ ખાતે આવેલા સીબીઆઈની ઓફીસમાં હાજર રહે. તપાસ દરમિયાન કોલાકાતા પોલીસ કમિશનરની ધરપકડ પણ કરી શકાશે નહીં અને ન તો તેમની વિરુદ્વ કોઈ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ દીપક ગુપ્તા અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે સીબીઆઈ દ્વારા મૂકવામાં આવેલા આરોપો અંગે પોલીસ કમિશનરને નોટીસ પણ આપી. બેન્ચે તેમને 20મી ફેબ્રુઆરી પહેલાં પોતાનો જવાબ રજુ કરવાની મહેતલ આપી છે.
સીબીઆઈએ આરોપ મૂક્યા હતા કે કોલાકાતા પોલીસ કમિશનર રાજીવ કુમાર દ્વારા શારદા ચીટ ફંડ મામલે પુરાવા સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સીટને આપવામાં આવેલા પુરાવા સાથે પણ ચેડાં કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
જ્યારે સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અરજીને લઈ પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ, પોલીસ વડા અને કોલાકાત પોલીસ કમિશનરને 18મી ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવાની મહેતલ આપી છે. જવાબ ફાઈલ કરાયા બાદ કોર્ટે આ તમામ અધિકારીઓને 20 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું જણાવી શકે છે. આ અંગે કોર્ટના અધિકારી અધિકારીઓને 19મી તારીખે હાજર રહેવા અંગેની જાણ કરશે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજીવ કુમાર વિરુદ્વ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો પત્ર પ.બંગાળ સરકારને લખ્યો છે. મમતા બેનરજીને લખાયેલા પત્રમાં ગૃહ મંત્રાલયે રાજીવ કુમાર રાજકીય ઘરણાના કાર્યક્રમમાં હાજર રહ્યા તે અંંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સુપ્રીમ કોર્ટના આદેશની સરાહની કરી હતી અને કહ્યું કે લોકશાહી બચાવ અભિયાનની જીત છે. ભાજપે પણ ચૂકાદાને આવકાર્યો હતો.