Manmohan Singh Funeral : અલવિદા… મનમોહન સિંહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે શીખ પરંપરા અનુસાર નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા
મનમોહન સિંહને 21 તોપોની સલામી સાથે વિદાય આપવામાં આવી અને કોંગ્રેસના નેતાઓએ “મનમોહન સિંહ અમર રહે”ના નારા લગાવ્યા
Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શરૂ છે. ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી. અંતિમ સંસ્કાર વખતે પણ મનમોહન સિંહની વાદળી પાઘડી પહેરાવામાં આવી હતી.
આર્મી કેનન ટ્રેનમાં પાર્થિવદેહને નિગમબોધ ઘાટ લાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પાર્થિવદેહ સાથે વાહનમાં બેઠા હતા. ઘાટ પર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
મનમોહનના પાર્થિવદેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ.સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમન સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
મનમોહન સિંહને 21 તોપોની સલામી આપવામાં આવી
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ મનમોહન સિંહ અમર રહેના નારા લગાવીને વિદાય આપી હતી.
ભારતે પૂર્વ વડાપ્રધાનને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપી.. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા, લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય લોકો સ્મશાનભૂમિ પર હાજર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने निगम बोध घाट पर पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह को अंतिम श्रद्धांजलि दी। pic.twitter.com/PQWZVHm93h
— ANI_HindiNews (@AHindinews) December 28, 2024
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ નિગમ બોધ ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
#WATCH दिल्ली: लोकसभा स्पीकर ओम बिरला ने निगम बोध घाट पर पूर्व प्रधानमंत्री डॉ. मनमोहन सिंह को अंतिम श्रद्धांजलि दी। pic.twitter.com/Clvg0XjAk0
— ANI_HindiNews (@AHindinews) December 28, 2024
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.
ભુતાનના રાજાએ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને છેલ્લી શ્રદ્ધાંજલિ આપી…