એક કહેવત છે જેવું વાવસો તેવું લણશો. એવું જ કંઈક એક માણસ સાથે થયું જ્યારે તે રસ્તા પર કાર પાર્ક કરીને તે એક સ્ટોરમાં ચોરી કરી રહ્યો હતો. અને અને ત્યારે કોઈએ તેની ટ્રક ચોરી ગયું. આખી ઘટના વોશિંગટનની છે, પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો ગાડીના માલિક વિલિયમે તેમને જણાવ્યું કે કોઈ મોટરસાઈકલ વાળાએ તેની પિકઅપ ગાડી ચોરી લીધી.
તેણે એ પણ જણાવ્યું કે ચાવી ટ્રકની અંદર જ રાખી હતી. જોકે પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી તો કંઈક બીજું જ સામે આવ્યું હતું. પોલીસને સીસીટીવી જોયા પછી ખ્યાલ આવ્યો કે કેલી રસ્તા પર ગાડી મૂકીને એક સ્ટોરમાં ચોરી કરવા ગયો હતો. પોલીસ ડિપાર્ટમેન્ટે ફેસબુક પર પોસ્ટ શેર કરતાં કહ્યું કે, અમે ઘટનાનો વીડિયો જોઈ રહ્યા હતા ત્યારે એક નવી વાત જાણવા મળી.
કેમકે કેલી લોકેશન પર એટલા માટે હતો કેમકે તે રસ્તાની એક બાજુ પર આવેલા સ્ટોરની અંદર ચોરી કરી રહ્યો હતો. ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે ગાડી ચોરે ટ્રકની પાછળ તેનું બાઈક ઊભું રાખ્યું અને પછી તે ટ્રક લઈને ફરાર થઈ ગયો. વીડિયોમાં કેલી તેની પાછળ ભાગતો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કેલીની ટ્રક મળી નથી. તેની ફેસબુક પર પોસ્ટ જોઈને એકથી એક મસ્ત મજાની પોસ્ટ આવી રહી છે.