ગુરુવાર, મે 11ના શરૂઆતના ટ્રેડિંગ કલાકોમાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. અત્યારે સવારે 10:45 વાગ્યા સુધી બજાર તેજી સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સ 84 પોઈન્ટ વધીને 62,024 પર અને નિફ્ટી 18 પોઈન્ટ વધીને 18,333 પર ટ્રેડ થઈ રહ્યો છે.
જો આપણે સવારે 10 વાગ્યા સુધી વાત કરીએ તો શેરબજારના બંને સૂચકાંકો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાં સેન્સેક્સ 8 પોઈન્ટના ઘટાડા સાથે 61,931 પર જ્યારે નિફ્ટી 6 પોઈન્ટના ઘટાડા સાથે 18,308 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સ ટોપ ગેઇનર્સ અને લુઝર્સ
ઇન્ડસઇન્ડ બેન્ક, NTPC, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, બજાજ ફિનસર્વ સવારે 10 વાગ્યા સુધી ટોપ ગેઇનર હતા.
લાર્સન, ભારતી એરટેલ, આઈટીસી, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અત્યાર સુધી ટોપ લૂઝર હતા.
નિફ્ટી ટોપ ગેનર અને લોઝર
અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, એનટીપીસી, એચડીએફસી લાઇફ સવારે 10 વાગ્યા સુધી નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા.
ડૉ. રેડ્ડીઝ લેબ, લાર્સન, હિન્દાલ્કો, ભારતી એરટેલ, સિપ્લાના શેર અત્યાર સુધી ટોપ લુઝર રહ્યા છે.
રૂપિયો તૂટ્યો
એશિયન બજારોમાં નબળા વલણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારા વચ્ચે ગુરુવારે શરૂઆતના વેપારમાં યુએસ ડોલર સામે રૂપિયો 2 પૈસા ઘટીને 81.96 પર પહોંચ્યો હતો. દરમિયાન, ડોલર ઇન્ડેક્સ 0.02 ટકા વધીને 101.50 થયો હતો.
બેન્ક નિફ્ટી સહિત મિડ અને સ્મોલ કેપ ગેઇન
શેરબજારમાં આજે સવારે 10:45 વાગ્યા સુધી બેંક નિફ્ટીએ શરૂઆતના કલાકમાં 265 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો છે. બેન્ક નિફ્ટી 265 પોઈન્ટના ઉછાળા સાથે 43,596 પર ટ્રેડ કરી રહ્યો છે. HDFC, ICICI, SBI, કોટક મહિન્દ્રા, એક્સિસ બેંકના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
BSE મિડ કેપ વિશે વાત કરીએ તો, મિડ કેપ પણ આ સમય સુધી 146 પોઈન્ટના વધારા સાથે 26,338 પર ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે BSE સ્મોલ કેપ 254 પોઈન્ટના વધારા સાથે 29,694 પર ટ્રેડ થઈ રહ્યો છે.