ફેસ માસ્ક, કોરોના વાઈરસની વેક્સિનથી વધારે સુરક્ષિત છે. .અમેરિકાની પ્રમુખ સ્વાસ્થ્ય સંસ્થા સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટરે કહ્યુ કેCDC ડાયરેક્ટર ડૉ. રૉબર્ટ રેડફીલ્ડે અમેરિકી સંસદની એક કમિટીની સામે આ વાત કરી. દુનિયામાં કોરોના વાઈરસના કેસ 3 કરોડ 9 લાખ 91 હજારથી વધારે થઈ ચૂક્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક પહેરવાની નીતિના સમર્થક રહ્યા નથી. આ વિશે જ્યારે સાંસદોએ CDC ડાયરેક્ટરને પૂછ્યુ તો તેમણે કહ્યુ, હુ રાષ્ટ્રપતિના સંદર્ભમાં પ્રતિક્રિયા આપી શકીશ નહીં પરંતુ સીડીસી ડાયરેક્ટર તરીકે હુ કહીશ કે ફેસ માસ્ક, જનતાના સ્વાસ્થ્ય માટે સૌથી શક્તિશાળી ટુલ છે. હુ દરેક અમેરિકીને અપીલ કરીશ કે ફેસ માસ્ક પહેરો.
અમેરિકાના CDC ડાયરેક્ટર ડૉ. રૉબર્ટ રેડફીલ્ડે કહ્યુ કે અમેરિકાના લોકો કેટલાક અઠવાડિયા સુધી માસ્ક પહેરે છે તો મહામારીને ઘણી હદ સુધી કાબૂમાં કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે વૈજ્ઞાનિક પુરાવા હાજર છે કે માસ્ક કામ કરે છે અને સૌથી વધારે સુરક્ષા આપે છે.
અમેરિકી સાંસદની સામે ડૉ. રૉબર્ટ રેડફીલ્ડે એ પણ કહ્યુ, હુ આગળ વધીને એ પણ કહીશ કે જ્યારે હુ કોરોનાની વેક્સિન લગાવીશ. વધારે સુરક્ષા મને આ માસ્કથી મળી રહી છે. કેમ કે આ 70 ટકા સુધી સુરક્ષા આપી શકે છે પરંતુ જો મારા શરીરમાં ઈમ્યુન રિસ્પોન્સ થયો નહીં તો વેક્સિન મને સુરક્ષા આપશે નહીં, પરંતુ ફેસ માસ્કથી સુરક્ષા મળશે.