UNમાં ભારતને મોટી સફળતા મળી છે. પુલવામા હુમલા બાદ મસુદ અઝહરેને આંતરરાષટ્રીય ત્રાસવાદી જાહેર કરવાના મામલે ભારતને અન્ય દેશોનું ભારે સમર્થન મળ્યું છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ ભારતને સમર્થન આપી રહ્યા છે. મસુદ અઝહરને ત્રાસવાદી જાહેર કરવા અંગે ફ્રાન્સ ફરી વાર UNમાં પ્રસ્તાવ લાવશે.
અગાઉ ચીન દ્વારા વીટો વાપરીને મસુદ અઝહરને ત્રાસવાદી જાહેર કરવાના પ્રયાસોને ફટકો પડ્યો હતો. જેના કારણે ભારતની કોશીશોને પીઠેહઠ કરવી પડી હતી પરંતુ જમ્મૂ-કાશ્મીરના પુલાવામા ખાતે શુક્રવારે થયેલા આત્માઘાતી કાર બોમ્બ હુમલમાં 49 જવાનો શહીદ થયા હતા અને આ હુમલાની જવાબદારી જૈશે મહોમ્મદે સ્વીકારી હતી. જૈશે મહોમ્મદના ચીફ તરીકે મસુદ અઝહર છે.
મસુદ અઝહરને આતંરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા માટે પાછલા 10 વર્ષમાં ચોથીવાર પ્રસ્તાવ લાવવામાં આવશે. પરંતુ આ વખતે ચીન અને પાકિસ્તાન મસુદ અઝહરને બચાવી શકશે નહીં. ચીન વીટો વાપરીને પણ મસુદ અઝહરને બચાવી શકશે નહી તેવા પ્રકારનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ચીન માટે આ વખતે મસુદને બચાવી લેવાનું સરળ નહીં હોય એવું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.