Maulana Arshad Madani: પહેલગામ હુમલાને લઈને મૌલાના અરશદ મદનીનું મોટું નિવેદન: “ઇસ્લામમાં હત્યા…..”
Maulana Arshad Madani ૩ અને ૪ મે, ૨૦૨૫ના રોજ નવી દિલ્હી ખાતે યોજાતી જમિયત ઉલેમા-એ-હિંદની બે દિવસીય મહત્વપૂર્ણ પરિષદમાં દેશભરમાં વધી રહેલા નફરતના માહોલ, વક્ફ કાયદા વિરુદ્ધ કાનૂની લડત અને બંધારણના રક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર પ્રતિસાદ આપતા મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, “ઇસ્લામમાં આતંક માટે સ્થાન નથી. નિર્દોષની હત્યા ઇસ્લામમાં સમગ્ર માનવતાની હત્યા ગણાય છે.” તેમણે હુમલાની ઘટનાને ધાર્મિક રંગ આપવા કેટલાક મીડિયા વર્ગના પ્રયત્નોની પણ નિંદા કરી.
મદનીએ કાશ્મીરી સ્થાનિકોની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમણે ધર્મને પાર કરીને માનવતા દાખવી, ઘાયલોને બચાવ્યા અને શાંતિનો સંદેશ આપ્યો. સાથે જ વક્ફ કાયદા સામેની રિટ અરજી પર ૫ મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે જેમાં કપિલ સિબ્બલ જમિયતની તરફથી દલીલ કરશે.
જમિયતનું મંતવ્ય છે કે નફરત સામે લડવું અને ભારતના બંધારણ તથા લોકશાહીને સુરક્ષિત રાખવી આજની સૌથી મોટી જરૂરિયાત છે.