રાજ્યમાં વિધિવત રીતે ઠેર-ઠેર ચોમાસાનું આગમન થઇ ચુક્યો છે સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. વહેલી સવારથી ધોધમાર વરસાદને લઇ રાજકોટના રસ્તાઓની સ્થિતિ જળ બંબાકાર બની છે. ભારે વરસાદથી રસ્તાઓ નદીમાં ગરકાવ થઇ ચુક્યા છે ફરી એકવાર રાજકોટ મનપાની પ્રિમોન્સન કામગીરીની પોલ છતી થઇ છે રાજકોટના કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂંટણસમા ભરાઇ જતા રાહદરીઓ અને વાહનચાલકોને પરાવાર હાલાકીઓનો સમાનો કરવો પડી રહ્યો છે નાના મૌવા સર્કલ પાસે કેટલાક વાહનો બંધ પડી જતા વાહનચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો છે. યાજ્ઞિક રોડ ગોંડલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને પગલે રાજકોટમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રંગીલા રાજકોટ જયાં જુઓ ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યો છે મેઘરાજા પોતાની ધમાકેદાર બેંટિગ કરી રહ્યા છે તો બીજી તરફ મધ્યગુજરાતમાં હજુ જેવી વરસાદ હોવી જોઇએ તેવી થઇ નથી જેમાં ખાસ કરીને તો અમદાવાદમાં વરસાદ નામશેષ જોવા મળી રહ્યો છે.
