હવામાન વિભાગે ભારતના 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે. વિભાગનું કહેવુ છે કે નીચેની દરેક જગ્યાએ સોમવારે વાવાઝોડા, ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આ જાણકારી ગૃહ મંત્રાલયે આપી છે. જમ્મૂ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક સ્થળોએ ભારે વરસાદ આવી શકે છે અને ઝડપી પવન ફૂંકાઈ શકે છે. હરિયાણામાં વાવાઝોડાની આશંકાને પગલે બે દિવસ સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ ભારતના હવામાનમાં એકવાર ફરી પલટો આવી ગયો છે. જમ્મ-કાશ્મીરમાં એક વેસ્ટર્ન ડિસ્ટરબેન્સ ફરી સર્જાઇ રહ્યું છે. જેના કારણે અહી ત્રિકૂટ પર્વતમાળાથી લઇને પીરપંજાલ સુધી મૌસમમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગના જણાવ્યુા અનુસાર અહી હાલમાં જે વેસ્ટર્ન ડિસ્ટરબન્સ સર્જાઇ રહ્યું છ તેની પાછળ-પાછળ બીજું વેસ્ટર્ન ડિસ્ટરબન્સ પણ આવી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જનજીવનને પ્રભાવિત કરી શકે તેવો પલટો વાતાવરણમાં આવી શકે છે. હવામાનના જણાવ્યા અનુસાર આગામી કલાકોમાં દિલ્હી અને તેની નજીકના શહેરો ફરીદાબાદ, વલ્લભગઢ, ખૂર્જા, ગ્રેટર નોઈડા અને બુલંદશહરમાં વાવાઝોડા સાથે વરસાદ આવી શકે છે.