પોતાના લગ્નને ખાસ બનાવવા માટે લોકો નવી નવી રીતો અપનાવે છે. આજ કાલ પ્રી-વેડિંગ ફોટોશૂટનુ ચલણ ખૂબ વધી ગયું છે. જેનાથી યુવક અને યુવતીઓ પોતાના લગ્ન પહેલાની સારી યાદો કેમેરામાં કેદ કરે છે. જો તમે પણ પ્રી-વેડિંગ પ્લાન કરી રહ્યા છો અને અવું વિચારીને કંફ્યુઝ છો કે આખલે ક્યાં શૂટ કરવામાં આવે, તો મેટ્રો તમારી આ ટેન્શનને ઓછી કરવા જઈ રહી છે. જ્યાં તમે હવે મેટ્રો કોચની અંદર પ્ર-વેડિંગ શૂટ કરવી શકશો. તેની સાથે જ જન્મદિવસની પાર્ટી પણ આપી શકો છો. નોએડા મેટ્રો રેલ કોરપોરેશન લિમિટેડએ તેની ઓફિસયલ ઘોષણા કરી દીધી છે. જેના હેઠળ તમને મેટ્રોના કોચમાં જન્મદિવસ, પ્રી-વેડિંગ અથવા કોઈ પણ અન્ય પાર્ટી કરવાની તક મળશે. સૂત્રો અનુસાર મેટ્રોના એક કોચને બુક કરવા માટે પ્રતિ કલાક 5 થી 10 હજાર રૂપિયા સુધીની રકમ જમા કરવવાની રહેશે. આ ઉપરાંત બુકિંગ કરનારને સિક્યોરિટી મનીના માટે 20 હજાર રૂપિયાથી વધુની રકમ જમા કરવાની રહેશે. જે ત્યાર પછી પાછી આપી દેવામાં આવશે. મેનેજમેન્ટને એનએમઆરસીની મુક શરતોનું પણ પાલન કરવાનું રહેશે. જેમ કે જો આયોજન મેટ્રોની રોજની ટાઈમિંગમાં થવાની છે અથવા રાતના 11 વાગ્યાથી બે વાગ્યા સુધી રહેશે. આ બન્નેમાંથી તમને વિકલ્પ પસંદ કરવાના રહેશે. તેની સાથે જ એક કોચમાં વધુમાં વધુ 50 લોકો પાર્ટી કરી શકે છે.