નવી દિલ્હી: એમજી હેક્ટર પ્લસ (MG Hector Plus)ના ચાર વેરિયન્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. ડિઝાઇનની દ્રષ્ટિએ તે એકદમ પ્રભાવશાળી છે. તેની કિંમત રૂપિયા 13.49 લાખથી 18.54 લાખ રૂપિયાની વચ્ચે છે.
ગાડીઓના શોખીન લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખરેખર, એમજી હેક્ટર પ્લસ ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. તેની પ્રારંભિક કિંમત રૂપિયા 13.49 લાખ છે, જેના અપગ્રેડ વર્ઝન 18.54 લાખ સુધીમાં મળે છે. ભારતમાં એમજી હેક્ટરનું આ ત્રીજું સંસ્કરણ છે, અગાઉનું સંસ્કરણ કંપની દ્વારા ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. એમજી હેક્ટર પ્લસ એ એમજી હેક્ટર એસયુવીનું થ્રી – રો સંસ્કરણ છે. નવા એમજી હેક્ટરના ચાર વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
જાણો એમજી હેક્ટર પ્લસની વિશેષતા શું છે
1.5 લિટર ટર્બો એન્જિન એમજી હેક્ટર પ્લસના પેટ્રોલ વેરિએન્ટમાં આપવામાં આવ્યું છે, જે 143 પીએસનો પાવર અને 250 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે તેમાં 48 વોટની માઇલ્ડ-હાઇબ્રિડ સિસ્ટમનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીએ આ 6 સીટર કારમાં ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 6-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ આપ્યો છે જ્યારે ડીઝલ એન્જિનવાળા ફક્ત 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ. પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ વિકલ્પ ફક્ત ટોપ મોડેલમાં રાખવામાં આવ્યો છે અને તેમાં ફક્ત 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.