શ્રીનગર: કાશ્મીરના બારામૂલામાં 17 ઓગસ્ટ, સોમવારે સવારે આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસના એસપીઓ અને સીઆરપીએફના બે જવાન શહીદ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
મળતી માહિતી મુજબ આતંકીઓએ કરીરી વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ પ્રસંગે હાજર જવાનોએ પણ ફાયરિંગનો જવાબ આપ્યો હતો પરંતુ આતંકીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ હુમલામાં એસપીઓ શહીદ થઇ ગયા હતા. શહીદની ઓળખ મુઝફ્ફર અહેમદ તરીકે થઈ છે. તે જ સમયે, સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પણ તેના ઘાની પીડાને કારણે દમ તોડી દીધો હતો.