ભારતના ટેલેકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ) ના તાજેતરના પ્રકાશન અનુસાર, ટેલિકોમ કંપની એરસેલ વપરાશકર્તાઓની સેવા 1 નવેમ્બરથી બંધ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો એરસેલના આશરે 7 કરોડ વપરાશકર્તાઓ 31 ઓક્ટોબર સુધીમાં તેમની સંખ્યા અન્ય નેટવર્કમાં પોર્ટ કરશે નહીં, તો તેમની સંખ્યા બંધ થઈ જશે અને ફરીથી સક્રિય થશે નહીં.
એરસેલ અને ડિશનેટના ગ્રાહકો માટે મોટી ખબર સામે આવી રહી છે. જો તમે આ બન્ને કંપનીઓના સિમકાર્ડ યૂઝ કરો છો તો 31 ઓક્ટોબર સુધી તે બંધ થઈ જશે. જો ગ્રાહક પોતાનો નંબર ચાલુ રાખવા માંગે છે તો 31 ઓક્ટોબર પહેલા પોતાનો નંબર અન્ય નેટવર્કમાં પોર્ટ કરાવી લો. TRAIના નિયમ અનુસાર હાલના સમયમાં લગભગ 70 મિલિયન એરસેલના ગ્રાહકો છે. આ ગ્રાહકોએ જો નક્કી સમય સુધી પોતાનો નંબર પોર્ટ ન કરાવ્યો તો અચાનકથી દરેક સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે.
19 મિલિયન યુઝર્સે નંબર પોર્ટ કરાવ્યો
2018માં જ્યારે એરસેલે પોતાનું ઓપરેશન બંધ કરી દીધું તે સમયે કંરની પાસે 90 મિલિયન ગ્રાહકો હતા. TRAIના ડેટા અનુસાર 28 ફેબ્રુઆરી 2018થી 31 ઓગસ્ટ 2019ની વચ્ચે 19 મિલિયન એરસેલ યુઝર્સે પોતાનો નંબર કોઈ અન્ય નેટવર્કમાં પોર્ટ કરાવ્યો. વધેલા 70 મિલિયન ગ્રાહકોની પાસે આ છેલ્લો ચાન્સ છે.
ફેબ્રુઆરી 2018માં બંધ થઈ ગયું હતું એરસેલનું સંચાલન
વર્ષ 2018માં જ્યારે એરસેલનું ઓપરેશન બંધ થઈ ગયું હતું તે સમયે કંપનીનો પ્રયત્ન હતો કે તેનું મર્જર આરકોમની સાથે થાય. પરંતુ રેગ્યુલેટરી અપ્રૂવલ્સના કારણે આવું સંભવ ન થઈ શકે. જે સમયે એરસેલ બંધ થયું તે સમયે તેના યુઝર્સની સંખ્યા સરકારી BSNL કરતા વધારે હતી.
કઈ રીતે પોર્ટ કરીએ નંબર?
મેન્યુઅલી નેટવર્ક પસંદ કર્યા બાદ મેસેજમાં જઈને ટાઈપ કરો PORT. ત્યાર બાદ પોતાનો એરસેલ મોબાઈલ નંબર ટાઈપ કરો અને 1900 પર મેસેજ મોકલી દો. અમુક મિનિટમાં તમારા નંબર પર યુનિક પોર્ટિંગ કોડ આવશે. તમે જે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડરની સેવા લેવા માંગો છે તેના સ્ટોર પર જાઓ અને UPC કોડની મદદથી પોતાનો નંબર બીજા નેટવર્કમાં પોર્ટ થઈ જશે.