મોડેલ તરીકે જાણીતી બન્યા બાદ વેશ્યાવૃત્તિ કરનારી એક 23 વર્ષની માતાએ લુઈસ પોર્ટોને તેનાં બે બાળકોની હત્યા કરી નાખી. કારણ હતું, તેને કસ્ટમરો પાસે જવાનું હતું. આ નિર્દયી માતાને જનમટીપની સજા કરવામાં આવી છે.
મોડેલે આ વાતનો સ્વીકાર કરતાં જણાવ્યું શારીરિક ભૂખ સંતોષવામા અને સેક્સના વ્યાપારમાં બંને બાળકો બાધક બની રહ્યાં હતાં. આ માટે તેંણે એક ત્રણા વર્ષના અને એક 16 મહિનાના બાળકની હત્યા કરી નાખી. આ ઘટના ગ્રેટ બિરટેનના ડર્બીશાયરની છે.
લુઈસને જનમટીપ મુદ્દે 32 વર્ષની સજા થઈ છે. તેને અત્યારે ડર્બીશાયરના ફૉસ્ટન હાલ નકિના લૉકઅપમાં રાખવામાં આવી છે. લુઈસને સેક્સની એટલી લત લાગી ગઈ હતી કે, જ્યારે તેનું એક બાળક હોસ્પિટલમાં છેલ્લા શ્ચાસ લઈ રહ્યું હતું ત્યારે પણા તે તેના એક ક્લાયંટને સેક્સ ઓફર કરી રહી હતી. જજે સજા સંભળાવતાં કહ્યું, એક માતા જે તેનાં બે બાળકોની હત્યા કરી નાખી એ એક ખરાબ આત્માની નિશાની છે.
લુઇસના કઝિન ભાઈએ પણ જણાવ્યું કે, લુઈસ ક્યારેય કોઇ સામાન્ય છોકરી નહોંતી. લુઈસની નાનીના અંતિમ સંસ્કાર બાદથી જ પરિવારે તેને ઘરથી અલગ કરી નાખી હતી. લૂઇસે નાનીના અંતિમ સંસ્કારમાં જવાની ના પાડી દીધી હતી. નાની પાસે છેલ્લા 24 કલાક હતા ત્યારે પણ તે નાનીને મળવા હોસ્પિટલમાં નહોંતી ગઈ.
બે બાળકોની હત્યા બાદથી લુઇસનાં મિત્રો અને સગાંએ પણ તેને છોડી દીધી છે અને વિચારી રહ્યાં છે કે, કેવી રીતે એક માતા આટલી ક્રૂર અને ખરાબ આત્મા હોઇ શકે છે. લુઇસે આ ઘટનાને 14-15 જાન્યુઆરી, 2018 ના રોજ અંજામ આપ્યો હતો.