Modi 3.0: આજે શુક્રવારે (07 જૂન) નરેન્દ્ર મોદીને NDAના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે અને સરકાર બનાવવાનો દાવો પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રજૂ કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સરકાર બનવા જઈ રહી છે અને તેના નેતા તરીકે નરેન્દ્ર મોદીને પણ પસંદ કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે (09 જૂન) રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનાર છે. તે પહેલા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એનડીએના નેતાઓ તેમને મળવા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા છે. આ સાથે રાજનાથ સિંહ અને અમિત શાહ પણ બીજેપી ચીફના ઘરે પહોંચી ગયા છે.