નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 24 જૂન, બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. બેઠક બાદ કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અંતરિક્ષ વિજ્ઞાન અને બેંકોમાં મોટા સુધારા માટેના વટહુકમને આજે મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારી બેંકો (તે શહેરી સહકારી બેંકો હોય કે બહુ-રાજ્ય સહકારી બેંકો) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની સુપર વિઝન પાવર હેઠળ આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, શહેરી સહકારી બેંકો સહિત જાહેર ક્ષેત્રની 148 બેંકો અને 58 મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ બેંકો હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના સુપર વિઝન હેઠળ લાવવામાં આવી રહી છે. જે રીતે આરબીઆઈની સત્તા સુનિશ્ચિત બેંકોને લાગુ પડે છે, તે જ સહકારી બેંકો પર પણ લાગુ થશે.
https://twitter.com/PIB_India/status/1275722813115191297