કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકો માટે સારાં સમાચાર લઇને આવી રહ્યું છે. જેના અનુસાર પ્રધાનમંત્રી વય વંદના યોજના (PMVVY)ના હેઠળ વરિષ્ઠ નાગરિક 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકશે. તેનાથી તેમને દર મહિને રૂ. 10,000 પેન્શન મળવાનો રસ્તા સાફ થઇ ગયો છે. આ ઉપરાંત આ યોજનાના સભ્ય બનવાની છેલ્લી તારીખ પણ 4 મે 2018થી વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે વરિષ્ઠ નાગરિક આ વધારેલી તારીખ સુધી તેનાથી સભ્ય બની શકશો.
અગાઉ આ યોજનામાં રોકાણની મર્યાદા રૂ. 7.5 લાખ કરી હતી. આ નિર્ણય કેબિનેટની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે તેની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર રોકાણ મર્યાદા પ્રતિ પરિવાર રૂ. 7.5 લાખથી વધારીને રૂ. 15 લાખ કરવાથી વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષાનું કવર વધી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી વયવંદના યોજના ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) ચલાવી રહી છે. તેનો હેતુ ૬૦ વર્ષ કરતાં વધુ વયના લોકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. સરકારના જણાવ્યા અનુસાર માર્ચ-ર૦૧૮ સુધીમાં કુલ ર.ર૩ લાખ વરિષ્ઠ નાગરિકોએ આ યોજના સ્વીકારી છે. આ યોજના હેઠળ સભ્યોને ૧૦ વર્ષ સુધી ૮ ટકા સુનિશ્ચિત રિટર્ન તરીકે પેન્શન મળે છે. વરિષ્ઠ નાગરિકો માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક આધારે પેન્શન મેળવે છે.