Modi Sarkar 3.0: NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સતત ત્રીજી વખત વડા પ્રધાન તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે મોદીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મુર્મુએ મોદીને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા. લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએને 293 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે એકલા હાથે 240 બેઠકો જીતી છે. પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.
સમારોહના દિવસે દિલ્હી પોલીસના SWAT અને NSG કમાન્ડો રાષ્ટ્રપતિ ભવન અને વિવિધ મહત્વના સ્થળોની આસપાસ તૈનાત રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી પોલીસ અધિકારીઓએ સમારોહને ધ્યાનમાં રાખીને સુરક્ષા યોજનાઓ બનાવવા માટે પોલીસ હેડક્વાર્ટર અને નવી દિલ્હી જિલ્લામાં ઘણી બેઠકો યોજી હતી. શપથ ગ્રહણ રાષ્ટ્રપતિ ભવનની અંદર થવાનું છે, તેથી સંકુલની અંદર અને બહાર ત્રણ સ્તરીય સુરક્ષા રહેશે. દિલ્હી પોલીસના જવાનોને ‘આઉટર સર્કલ’ પર તૈનાત કરવામાં આવશે, ત્યા
રબાદ અર્ધલશ્કરી દળો અને રાષ્ટ્રપતિ ભવનના આંતરિક સુરક્ષા કર્મચારીઓને ‘ઇનર સર્કલ’માં તૈનાત કરવામાં આવશે.