આંતરરાષ્ટ્રીય સક્રિયતા મામલામાં પીએમ મોદી માટે નવુ વર્ષે પણ 2017ની જેમ વ્યસ્તતાઓથી ભરપુર રહેશે ભારતને ગ્લોબલ પ્લેપર બનાવવા હેઠળ 2018માં પણ મોદી પોતાનું અભિયાન ચાલુ રાખશે આવતા મહિને ઇઝરાયલના પીએમ બેન્ઝામીન નેતનયાહુ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન સાથે મોદી 16મીએ એક સંયુક્ત ફોરમને પણ સંબોધન કરશે. તે પછી જોર્ડનના રાજા આવી રહ્યા છે.
જાન્યુઆરીમાં મોદીની વ્યસ્તતાઓ વધી જશે બેન્ઝાનીનની મુલાકાતથી ભારત અને ઇઝરાયલ વચ્ચે સંબંધો નવા સ્તર પર પહોંચશે મોદી બે દાયકામાં પહેલીવાર વર્લ્ડ ઇકોનોમીક ફોરમમાં ભાગ લેનાર દાવોસ જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે તો 26મી ના સમારોહમાં 10 આશિયાન નેતા ઓની મોજુદગીમાં દક્ષિણ-પુર્વ એશિયામાં સંતુલન બનાવતી તાકાતના સ્વરૂપમાં ભારતના રોલને માન્યતા મળશે. આવુ પહેલીવાર બનશે કે દસ જેટલા વિદેશી નેતાઓ ગણતંત્રના સમારોહમાં હાજર રહેશે.
ફેબ્રુઆરીમાં પણ મોદી માટે વ્યસ્ત રહેશે આ દરમિયાન મોદી યુએઇ અને યેલેસ્ટાઇન જાય તેવી શક્યતા છે. આ સિવાય તેઓ ફ્રેન્સના રાષ્ટ્રપતિ અને કેનેડાના વડાપ્રધાનને પણ મળશે. ફ્રેબ્રુઆરી માર્ચ દરમિયાન મોદી નેપાળ પણ જાય તેવી શક્યતા છે. એપ્રીલમાં કોમનવેલ્થ સમીટમાં ભાગ લેવા લંડન પણ તેઓ જશે.
તે પછી બ્રિકિસ સમીટ માટે દ.આફ્રિકા જઇ શકે છે. આ સિવાય જી-20 માટે આજેન્ટીના અને ઇન્ડિયા આશિયાન સમીટ માટે સીંગાપુર પણ જશે મોદી જુનમાં એસસીઓ સમીટ માટે ચીન પણ જઇ શકે છે. જો તેઓ ચીન જશે તો સતત ચોથુ વર્ષ હશે કે જ્યારે તેઓ ચીન ગયા હોય.