પાકિસ્તાનને કડક સંદેશો આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે ભારત હવે કોઈ વાત સહન કરશે નહી, જે આતંકવાદ ફેલાવે છે તેમને માફ કરવામાં નહી અાવે.ભારત એ જ ભાષામાં જવાબ અાપશે જે પાકિસ્તાન સમજે છે. સર્જીકલ સ્ટ્રાઈક વીશે વાત કરતા તેમણે અા સંદેશો પાઠવ્યો હતો. સર્જીકલ સ્ટ્રાઇક પર પ્રથમ વખત ખુલ્લેઆમ બોલતા, પી.એમ.એ કહ્યું કે, ભારતે મીડિયા અને તેની જનતાને અને પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈક વીશે પહેલા જણાવ્યુ હતુ.
પી.એમ. જણાવે છે, ભારતે ક્યારેય કોઈની જમીન પર કબજો નથી કર્યો.પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમારો કોઇ દાવ પર નહતુ પરંતુ અમારા સૈનિક યુદ્ધ લડ્યાં. અા ખૂબ મોટું બલિદાન કહેવાય.સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન માં ભારતનું યોગદાન જુઓ.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેટલાક લોકો લશ્કરના પરામર્શ પર પ્રશ્ન ઉઠાવે છે ત્યારે તેઓ કહે છે, હું આ મંચ પર કોઈની નીંદા કે અાલોચના નથી કરવા માગતો.હું આશા રાખું છું, ભગવાન તેમને સદ્દબુદ્ધી અાપે.