નવીદિલ્હી, તા.૮ : દિવાળીના આગામી તહેવારની સીઝન બિલકુલ નજીક પહોંચી છે ત્યારે ફટાકડાઓના વેચાણને લઇને સોમવારે સુપ્રીમ કોર્ટ અતિમહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરનાર છે. આ ચુકાદા ઉપર ફટાકડાના શોખીન લોકોની નજર પણ કેન્દ્રિત થઇ ગઇછે. દિલ્હી-એનસીઆર પ્રદેશમાં ફટાકડાના વેચાણને લઇને ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. જસ્ટિસ એકે સિક્રીના નેતૃત્વમાં બેંચે છઠ્ઠી ઓક્ટોબરના દિવસે સુપ્રીમ કોર્ટના ગયા વર્ષના આદેશને પુનઃ લાગૂ કરવાની માંગ કરતી અરજી ઉપર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં ફટાકડાઓના વેચાણ ઉપર ગયા વર્ષે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૧૧મી નવેમ્બરના તેના આદેશમાં ફટકાડાઓના વેચાણને પરવાનગી આપનાર તમામ લાયસન્સ રદ કરી દીધા હતા. આ ઉપરાંત એનસીઆર ક્ષેત્રમાં છુટક અને હોલસેલ ફટાકડાના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મુક્યો હતો. મોડેથી ૧૨મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ તેના આદેશને આંશિકરીતે ઉઠાવી લીધો હતો અને ફટાકડાના વેચાણને મંજુરી આપી હતી. સીપીસીબી દ્વારા સુપ્રીમ કોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ અરજીને ટેકો આપે છે. ફટાકડાના વેચાણને મંજુરી આપતા લાયસન્સની રજૂઆત કરનાર લોકોએ તર્કદાર દલીલો કરી હતી. બીજી બાજુ વિરોધ કરનાર લોકોએ રજૂઆત કરી હતી કે, વધારે પડતા ફટાકડાઓના ઉપયોગના લીધે ગયાવર્ષે દિલ્હીમાં હવાઈ પ્રદૂષણમાંઉલ્લેખનીય વધારો થયોહતો. લોકોને ઘણી તકલીફો થઇ હતી. બીજી બાજુ તરફેણ લોકોએ આ દલીલોને ફગાવી દીધી હતી.

Satya day

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.