કેટલાક દિવસ અગાઉ મોસમ વૈજ્ઞાનિકોનું કહેવું છે દેશના ઉત્તરી વિસ્તારમાં આંધી-તોફનની અસર આ વખતે મોનસૂન 4-5 દિવસ પહેલા આવી શકે છે. હવામાન વિભાગ મુજબ જો કેરળ અને તેની આસપાસના રાજ્યોમાં 14 હવામાન વિભાગ કેન્દ્રોમાં 60 ટકા પર સતત 2.5 મીમી વરસાદ નોંધવામાં આવશે તો એવુ માનવામાં આવશે કે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. હવામાન વિભાગ મુજબ આ વર્ષે માનસૂન સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 97 ટકા વરસાદની આશા છે. દક્ષિણ અરબ સાગરમાં મોનસૂનની સ્થિતિ મજબૂત છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. કેરળમાં ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે. હવામાન સંબંધિત વિશ્લેષણ અને આગાહી કરતી ખાનગી કંપની સ્કાઈમેટની આગાહી પ્રમાણે, કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. આ સાથે જ દેશમાં દક્ષિણ-પશ્ચિમમાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. જોકે ભારતીય હવામાન વિભાગે 24 કલાકમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે તેવી આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં કેરળમાં ચોમાસાની દસ્તક થશે. આ સાથે દેશના તમામ રાજ્યોમાં એકંદરે સારો વરસાદ થાય તેવા અણસાર પણ છે. મહત્વનું છે કે, એક તરફ કાળઝાળ ગરમીએ માઝા મુકી છે ત્યારે ચોમાસાના આગમન સાથે લોકોને ગરમીમાંથી છુટકારો મળશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.