કોરોના મહામારી વચ્ચે સંસદમાં આજથી શરૂ થયેલા ચોમાસુ સત્રમાં સરકારે 23 જેટલા બિલની એક યાદી તૈયાર કરી છે. જેમાંથી 11 બિલ વટહુકમનું સ્થાન લેશે. સંસદનું આ સત્ર 18 દિવસ ચાલવવાનું છે. સરકાર જે બિલ લાવવાની તૈયારી કરી રહી છે. તેમાં એક અપ્રિલ, 2020થી એક વર્ષ સધી સાંસદોના પગારમાં 30 ટકા ઘટાડાનું બિલ સંસદમાં રજૂ કરાશે. સાંસદોના કપાયેલા પગારમાંથી 30 ટકા પગારનો ઉપયોગ કોરોના સામેની લડાઈમાં કરવામાં આવશે. સત્રમાં આરોગ્ય કર્મચારી વિરૂદ્ધ થતી હિંસા સામે રક્ષણનું પણ બિલ લાવવામાં આવશે. ફાર્મર્સ પ્રોડ્યુસર ટ્રેડ અન્ડ કોમર્સ બિલ – 2020, ડોક્યુમેન્ટ અનુસાર મલ્ટી કોઓપરેટિવ સોસાયટી બિલ – 2020, ફેકટોરિંગ રેગ્યુલેશન બિલ – 2020, અને પ્રોહિબિશન ઓફ એમ્પલોયમેન્ટ એસમેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહાબિલિટેશન બિલ – 2020 રજૂ થવાનું છે.
- ૧ એપ્રિલ, ૨૦૨૦થી એક વર્ષ સુધી સાંસદોના પગારમાં ૩૦ ટકા ઘટાડાનું બિલ
- આરોગ્ય કર્મચારી વિરૂદ્ધ થતી હિંસા સામે રક્ષણનું બિલ
- ફાર્મર્સ પ્રોડ્યુસર ટ્રેડ એન્ડ કોમર્સ બિલ- ૨૦૨૦
- ડોGયુમેન્ટ અનુસાર મલ્ટી સ્ટેટ કો. સોસાયટી બિલ- ૨૦૨૦
- ફેકટોરિંગ રેગ્યુલેશન બિલ -૨૦૨૦
- પ્રોહિબિશન ઓફ એમ્પલોયમેન્ટ એસમેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહાબિલિટેશન બિલ- ૨૦૨૦