નિવૃત્ત થવાના સમય પહેલા જો તમે આયોજન બદ્ધ રીતે નાણાંકીય વ્યવસ્થા કરી દીધી હોય તો આ સમયે તમે ખુબજ નિશ્ચિંત થઈ શકો છો. એક ચોક્કસ અને નિયમિત આવક જો તમને મળતી રહે તો તમે ભવિષ્યને લઈને થોડા બેફીકર થઈ શકો છો. આ માટે તમારે એક ચોક્કસ માસિક આવક મળતી રહે તે જોવાનું રહ્યુ. આજે તમારા માટે એવાજ કેટલાક ખાસ વિકલ્પ લઈને આવ્યા છીએ જે તમારી આવકને નિશ્ચિત કરશે. જેમકે બેન્કની એફડી, પોસ્ટ ઓફિસ ડિપોઝિટ તેમજ મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટેમેટિક વિથડ્રોલ પ્લાન.
ફિક્સ ડિપોઝિટ માસિક આવક યોજનાઓ દરેક મહિને એક નિશ્ચિત વ્યાજ દર પર નિયમિત આવક આપનાર વિકલ્પોમાંથી એક છે. સ્કીમ અને બેન્કોના આધાર પર, ફિક્સ ડિપોઝિટ MISની સમય મર્યાદા 10 વર્ષ સુધીની હોય છે. આ યોજનામાં વ્યાજ પર ચુકવણુ સામાન્ય રીતે માસિક પેઆઉટ માટે તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકોમ્યુચ્યુઅલ ફંડ SWP
અન્ય માસિક આવક યોજનાઓ અંતર્ગત તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. અને નિશ્ચિત આવક પ્રાપ્ત કરી શકશો. તમારા રોકાણની આવક નિયમિત પ્રાપ્ત કરી શકશો. તમે તમારા રોકાણ માટે કેટલીક આવક પહેલેથીજ નક્કી કરી રાખશો તો તમને જરૂરથી ફાયદો થશે.
જો કે આ લાભ મેળવવા માટે તમારી આવક તેમા લગાડી શકો છો પણ આના લાભની કોઈ ગેરંટી નથી હોતી કેમકે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માર્કેટ સાથે હોવાથી થોડું વિચારીને કરવા જેવુ ખરૂ. ઈક્વિટી સ્કીમો સિવાય ડેટ સ્કીમને તમે પસંદ કરી શકો છો.
પોસ્ટઓફિસ MIS
પોસ્ટઓફિસ MIS કેન્દ્ર સરકાર તરફથી સૌથી સુરક્ષીત રોકાણના વિકલ્પોમાંથી એક છે. આ યોજના 5 વર્ષની મુદ્દતે પાકે છે. આને એક વ્યક્તિકે એકથી 2 વ્યક્તિઓ સાથે મળીને પણ રોકાણ કરી શકે છે. જો તમે સિંગલ એકાઉન્ટ ખોલાવો તો તમે 1500થી 4.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો, જ્યારે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવો તો 9 લાખ સુધીનું રોકાણ કરી શકો છો.