પાકિસ્તાનમાં ડેંગ્યૂનો પ્રકોપ એ હદે વધી ગયો છે કે, તેનો પણ એક નવો રેકોર્ડ બની ગયો છે. આ વર્ષમાં અત્યરા સુધીમાં મચ્છરથી થતી બીમારી ડેંગ્યૂના લગભગ 44 હજાર કરતાં પણ વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં 60 લોકોનાં મૃત્યુ પણ થઈ ગયાં છે. આ પહેલાં વર્ષ 2011માં પાકિસ્તાનમાં 27 હજાર ડેંગ્યૂના કેસ નોંધાયા હતા, પરંતુ તે સમયે મૃતકોની સંખ્યા 370 હતી, જે અત્યાર કરતાં લગભગ 6 ઘણી હતી.
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રોગ સંભાળ વિભાગના પ્રમુખ ડૉ. રાણા અફદરે પાકિસ્તાની મીડિયા ડૉન ન્યૂઝને જણાવ્યું કે, આ વર્ષે દુનિયાભરમાં ડેંગ્યૂના કેસમાં સૌથી વધારે કેસ પાકિસ્તાનમાં નોંધાયા છે. તેમણે દાવો કર્યો છે કે, અન્ય દેશોની સરખામણીમાં પાકિસ્તાન ડેંગ્યૂ સામે લડવામાં વધારે સફળ રહ્યું છે. આ સમસ્યામાંથી બહાર નીકળવા સરકાર બધાં જ ઉપલબ્ધ સાનનોનો ઉપયોગ કરી રહી છે.
ડૉ. સફદરે જણાવ્યું કે, આ વર્ષે 44 હજાર ડેંગ્યૂના કેસ નોંધાયા છે અને તેમાં 66 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે, તેમણે કહ્યું કે, દેશના મોટાભાગમા વિસ્તારોમાં મચ્છર ફેલાવાની સિઝન લગભગ પૂરી થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, કરાંચી દેશનું એકમાત્ર એવું ક્ષેત્ર છે, જ્યાં સિંધ કરતાં 94 % કેસ વધુ જોવા મળ્યા છે, પરંતુ આ વર્ષના અંત સુધી હજી આવા કેસ વધુ આવી શકે છે.
આ વર્ષના ઉપલબ્ધ આંકડા નુઅસાર, દેશમાં ડેંગ્યૂના 44,415 કેસ નોંધાયા છે, જેમાં ઈસ્લામાબાદમાં 12,433, સિંધમાં 10,142, પંજાબમાં 9,260, ખૈબર પખ્તુન્ખ્વામાં 7, 346 અને બલુચિસ્તાનમાં 3,051 કેસ નોંધાયા છે. આ સિવાય 3,383 કેસ અન્ય ક્ષેત્રોમાં નોંધાયા છે. સિંધમાં 26, ઈસ્લામાબાદમાં 22, પંજાબમાં 14, બલીચિસ્તાનમાં 3 અને અન્ય ક્ષેત્રમાં ડેંગ્યૂના કારણે એક મૃત્યુ નીપજ્યું છે.