ઘડિયાળની સોય અવિરત ચાલતી હોવાની સાથે જ નિર્ભયાના એક બળાત્કારીની માતા, પોતાના પુત્રને ફાંસીના ફંદાથી બચાવવા માટેની તેની આશા પણ વાદળો છવાઇ ગયા છે, અને હવે તેના પુત્રની છેલ્લી ઇચ્છા તે તેની પ્રિય પુરી, શાકભાજી અને કચોરી છે તે તેને ખવડાવવા માંગે છે. આ મહિલાનો પુત્ર તે ચાર દોષિતોમાં સામેલ છે જેને શુક્રવારે સવારે પાંચ વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવવવાની છે.
મહિલાએ ગુસ્સામાં કહ્યું,’શું લખશો તમે? કંઇ થાય છે તમારા લખવાથી? શું અત્યાર સુધી તમારા લખવાથી કંઇ થયું? જો ભગવાન ઇચ્છશે તો તે બચશે.’ તેમણે કહ્યું,’આ બધુ ભગવાનની મરજી છે. કોરોના વાયરસને જોવો. ભગવાન છે જે દરેક વસ્તુ નક્કી કરે છે કોણ જીવશે અને કોણ મરશે. માણસની વશની વાત નથી.’
આ મામલામાં ચાર દોષિતોમાંથી ત્રણે દિલ્હીની અદાલતમાં તેમના મૃત્યુદંડની સજા પર રોક લગાવવા માટે દયા અરજી કરી હતી અને કહ્યું હતું કે તેહજુ બાકી છે. 5 માર્ચે નીચલી અદાલતે મુકેશસિંહ (32), પવન ગુપ્તા (25), વિનય શર્મા (26) અને અક્ષયકુમાર સિંહ (31)ને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ચારેય દોષીઓને 20 માર્ચે સવારે 5:30 કલાકે ફાંસી આપવામાં આવશે.