ગાઝિયાબાદના લોની ક્ષેત્રમાં મા-દીકરીના સંબંધને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. 10 વર્ષની એક માસુમ છોકરીએ આરોપ લગાવ્યો છે કે તેની સાવકી માતાએ તેને પાંચ વાર અલગ અલગ લોકોને વેચી છે. ખરીદનારા લોકોએ તેની પાસેથી ભીખ મંગાવી અને તેનું શોષણ કર્યું.
CWCને આ કેસની જાણ થતાં જ લોની પોલીસ સ્ટેશનને લેટર લખીને કેસમાં માતા અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું કહેવામાં આવ્યું છે. CWCના સભ્ય શાલિની સિંહે જણાવ્યું કે, બાળકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેની માતાએ તેને અનેક વાર વેચી, જ્યારે પિતા ઘરમાં સિગરેટથી ડામ આપતા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર, 10 વર્ષની બાળકીને 18 ડિસેમ્બરના રોજ જયપુર CWCની મદદથી ગાઝિયાબાદ લાવાવમાં આવી હતી. અહીં તેને 3 મહિના સુધી બાળગૃહમાં રાખવામાં આવી અને તેના પરિવારની શોધ કરવામાં આવી. જ્યારે તેના પિતા તેને લેવા પહોંચ્યા તો બાળકી પિતાને જોઈને રડવા લાગી હતી. પૂછવા પર તેણે કહ્યું કે, પપ્પા ગંદા છે.
CWS મેમ્બરના જણાવ્યા અનુસાર જ્યારે બાળકીને એકલામાં લઈ જઈને પૂછવામાં આવ્યું તો તેણે આખી વાત જણાવી. તેણે જણાવ્યું કે કઈ રીતે તેની માતા ના મૃત્યુ પછી પિતા તેને હેરાન કરતા હતા અને સાવકી માતા તેની સાથે કેવો વ્યવહાર કરતી હતી.
બાળકીએ જણાવ્યું કે, સાવકી માએ તેને પાંચ વાર વેચી. અન્ય લોકો જ્યારે બાળકી એકાએક ગાયબ થઈ હોવાની સૂચના પોલીસ સુધી પહોંચાડતા તો તે તેને પાછી ઘરે લઈ આવતી હતી. બાળકીના જણાવ્યા અનુસાર, લગભગ 1 વર્ષ પહેલા તેને રાજસ્થાનમાં વેચવામાં આવી હતી જ્યાંથી તેને પરિવારને સોંપવામાં આવી હતી. લગભગ પાંચ મહિના પહેલા તેની માએ તેને ફરીથી તે જ સ્થળ પર લઈ જઈને અન્ય વ્યક્તિને વેચી.
પ્રાપ્ત જાણકારી અનુસાર, પીડિત બાળકીના પિતા લોનીમાં રહે છે અને તેની ઉંમર 60 વર્ષ છે. ચાર