મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે 230 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ છે. મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે એ આજે મંગળાવરની મતગણતરીમાં નક્કી થઇ જશે. જોકે, મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.
મધ્ય પ્રદેશના ભિંડમાં મતગણતરીથી પહેલા એક દિવસ પહેલા મતપત્ર લઇ જતા પોસ્ટમેન સાથે લૂંટ થયાની ઘટના બની છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોસ્ટમેન સાથે મારપીટ કર્યા પછી તેની પાસે રહેલા અઢીસો જેટલા મતપત્રની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બેલેટ પેપર ભરેલી બેગ પણ જપ્ત કરી હતી.
અપડેટ્સ
શરુઆતી વલણમાં સપા-બસપા ગઠબંધન સાત સીટો ઉપર આગળ ચાલી રહી છે
મધ્ય પ્રદેશમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું સારું પ્રદર્શન, પાંચ બેઠકો ઉપર આગળ
ભોપાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામેશ્વર શર્માએ છોડ્યું મતગણા સ્થળ
ભાજપુર સીટ પર કોંગ્રેસના સુરેશ પચૌરી આગળ
દોઢસો સીટો ઉપર જીત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે કોંગ્રેસઃ પીસી શર્મા
બડવાનીથી ભાજપના ઉમેદવાર પ્રેમ સિંહ પટેલ 1404 વોટથી આગળ ચાલી રહ્યા છે
ગ્વાલિયર પૂર્વથી બીજેપી ઉમેદવાર સતીશ સિકરવાર આગળ ચાલી રહ્યા છે જ્યારે ગ્વાલિયરથી કોંગ્રેસના પ્રધુમ્ન સિંહ, ગ્લાવિયર દક્ષિણમાં બીજેપીના નારાયણ સિંહ આગળ ચાલી રહ્યા છે. જ્યારે ડબરાથી કોંગ્રેસ ઇમરતી દેવી આગળ ચાલી રહ્યા છે.
શરૂઆતી રૂઝાનમાં બુધનીથી મુખ્યમંત્રી શિવારજ સિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે
શરૂઆતી રૂઝાનમાં પાંચ સીટો પૈકી ચાર ઉપર ભાજપ અને એક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે
મધ્ય પ્રદેશ વિધાનસભાની રતલામ સીટ ઉપર ભાજપના ઉમેદવાર કશ્યપ આગળ ચાલી રહ્યાછેમધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આજે 230 બેઠકો માટે મતગણતરી શરૂ થઇ છે. મધ્ય પ્રદેશમાં કોની સરકાર બનશે એ આજે મંગળાવરની મતગણતરીમાં નક્કી થઇ જશે. જોકે, મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે.